જુડવા બાળકોની સંખ્યામાં આ ગામ એશિયમાં પ્રથમ નંબરે છે.
છેલ્લાં 12 વર્ષથી જુડવા બાળકોની સંખ્યાં ઝડપથી વધારો થઈ રહ્યો છે
જુડવાની સંખ્યામાં એશિયાનું પ્રથમ નંબરે છે આ ગામ
આ ગામ ભારતનાં કેરળનાં મલપ્પુરમ જિલ્લામાં આવેલું છે. ગામનું નામ છે. કોડિન્હી ગામ. દુનિયાની વાત કરીએ તો દર 1 હજાર બાળકોએ 4 બાળકો જુડવા જન્મે છે. જ્યારે કે આ ગામમાં દર 1 હજાર બાળકોએ 45 બાળકો જુડવા જન્મે છે. મહત્વની વાત એ છે કે આ સંખ્યા દુનિયાનાં બીજા નંબરની છે પરંતું આ ગામ એશિયામાં પહેલા નંબર પર આવે છે. કોડિન્હી ગામ મોટી સંખ્યામાં મુસ્લિમ કોમ્યુનિટી ધરાવતું ગામ છે.
12 વર્ષથી જુડવા બાળકોનાં જન્મનું પ્રમાણ વધ્યું છે
વર્ષ 2008માં આ ગામમાં 300 બાળકો પર 15 જુડવા બાળકો જન્મ્યાં હતાં. આ આંકડો વર્ષમાં જન્મેલા જુડવા બાળકોમાં સૌથી મોટો છે. નવાઈની વાત એ છે કે આ ગામમાં સ્કુલ હોય, બજાર હોય કે અન્ય કોઈ પણ જગ્યાં હોય દરેક જગ્યાએ જુડવા બાળકો જ નજરે પડે છે. છેલ્લાં 12 વર્ષમાં આ સંખ્યામાં ઝડપથી વધારો થઈ રહ્યો છે.
70 વર્ષથી જ જુડવા બાળકો જન્મે છે
ગામનાં લોકોનું માનવું છે કે ગામમાં જુડવા બાળકોનાં જન્મ થવાની શરુઆત અંદાજીત 70 વર્ષ પહેલાં શરુ થઈ હતી. આ ગામમાં સૌથી ઉંમરલાયક જુડવા અબ્દુલ હમીદ અને તેમની જુડવા બહેન કુન્હી કદિયા છે. ગ્રામજનોનું માનવું છે કે આ પછી જ ગામમાં જુડવા બાળકોનાં જન્મ થવાનું શરુ થયું હતું. ગ્રામજનોનું માનવું એ પણ છે કે પહેલા ગામમાં આટલાં જુડવા બાળકોનો જન્મ નહોતો થતો. છેલ્લા 12 વર્ષથી જુડવા બાળકોના જન્મનાં પ્રમાણમાં ઝડપથી વધારો થયો છે.
શું કારણે જુડવા બાળકો જન્મી રહ્યાં છે?
આ ગામમાં આટલા જુડવા બાળકોનાં જન્મનું કારણ ડૉક્ટરો પણ નથી સમજી શક્યાં. ડૉક્ટરે પહેલાં એવો તર્ક લગાવ્યો હતો કે ગ્રામજનોની ખાણી પીણી અલગ હોવાને લીધે આ ગામમાં જુડવા બાળકો જન્મી રહ્યાં છે. જોકે પછીથી આ તથ્યને તેમણે રદિયો આપી દીધો હતો કેમ કે ગામનાં લોકોની ખાણી પીણી બાકીનાં ગામ લોકો જેવી જ હતી અને તેમાં કંઈ અલગ નહોતું. પણ હજું સુધી ડૉક્ટર જુડવા બાળકોનું કારણ શોધી શક્યાં નથી.
ગામજનોને બીજી કઈ સમસ્યા છે?
ગામનાં લોકો જુડવા બાળકોની સંખ્યાં વધારે હોવાનાં કારણે બહું હેરાન થાય છે. સૌથી વધારે સમસ્યા સ્કુલમાં થાય છે. અહીં શિક્ષક બાળકોને નથી ઓળખી શકતાં. સૌથી મોટી સમસ્યાએ પણ છે કે એક બાળક બીમાર થાય તો બીજું પણ બીમાર થાય છે.
No comments:
Post a Comment